Tuesday, June 23, 2026

મોરબીમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો, વિધર્મી નરાધમે સગીરા પર ગુજાર્યો દુષ્કર્મ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો, વિધર્મી નરાધમે સગીરા પર ગુજાર્યો દુષ્કર્મ.

મોરબીમાં દિવસ અને દિવસે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીમાં સમાજ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિધર્મી નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સગીરાને બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

ત્યારે આ બાબતે વાત કરીએ તો સગીરા વિધર્મી નરાધમ સાથે સોશિયલ મીડિયા મારફત સંપર્કમાં આવી હોય બાદ સગીરાને લલચાવી તેના પર દુષ્કર્મ આચર્યું હોઈ બાદમાં સગીરાના આપત્તિ જનક ફોટાઓ પાડી તેને બ્લેકમેલ કરી સગીરા પર દુષ્કર્મ આચરતો હોય,ત્યારે સગીરાની માતાએ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ પ્લે હાઉસમાં નોકરી કરી ગુજરાન ચલાવતા સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સગીર પુત્રીનું એક્ટિવા કાઢવામાં મદદ કરનાર અયાન આરબ નામના શખ્સે કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મસ્તુફા દલવાણી સાથે સગીરાનો પરિચય કરાવતા મુસ્તુફા દલ અને સગીરા સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ મારફતે પરિચયમાં આવ્યા હતા અને બાદમાં એક દિવસ મસ્તુફા દલવાણી જ્યા કામ કરે છે તેવા લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં સગીરાને બોલાવી હતી જ્યાં બન્નેના સાથે ફોટા પાડી શોરૂમમાં કોઈ ન હોવાથી ચેન્જ રૂમમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ મોબાઈલ ફોનમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

ચોકાવનારી બાબત તો એ છે કે આ નરાધમ શખ્સ મુસ્તુફા દલવાણી દ્વારા સગીરાના ફોટાનો દુરપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને અવારનવાર લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ એક દિવસ રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં લઈ ગયો હતો જ્યાં કાફેના સંચાલકે છાનગપતિયાની સુવિધા માટે બનાવેલ બોક્સમાં સગીરાને લઈ જઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધરાર શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.સૌથી ગંભીર બાબત તો એ છે કે સગીરાને બ્લેક મેઈલ કરનાર કાલિકા પ્લોટના આ શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાની સાથે રમઝાન મહિનામાં રોઝા રાખવા પણ દબાણ કરતો હોવાનું સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી મસ્તુફા દલવાણી વિરુદ્ધ આઇપીસી કલમ 376(2) એન, 506(2), પોક્સો 5 એલ અને 6 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

Related Articles

Total Website visit

1,609,181

TRENDING NOW