Wednesday, July 8, 2026

મોરબીમાં રાધે ક્રિષ્નાના મંદિર પર પથ્થર મારો કરનાર વિધર્મીની અટકાયત કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રાધે ક્રિષ્નાના મંદિર પર પથ્થર મારો કરનાર વિધર્મીની અટકાયત કરાઈ

મોરબી: મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિરમાં જ્યારે આરતી ચાલું હતી તે દરમ્યાન એક વિધર્મીએ મંદિરના દરવાજા ઉપર છુટા પથ્થરો માર્યા હતા. જેથી હિન્દુ સમાજની લાગણી દુભાય હતી. તેમજ આરતી દરમિયાન કેટલાક લોકોને પથ્થર વાગ્યા હતા. જેથી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધર્મેન્દ્રભાઇ નટવરલાલ અગ્રવાત (ઉ.વ.૪૯) રહે. મોરબીના વાઘપરા મેઈનરોડ રાધાકૃષ્ણ મંદિર સામે તા.જી. મોરબીવાળાએ આરોપી મોસીન મામદ કુરેશી રહે. મોરબી કબીર ટેકરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદી તથા સાથીઓ મંદીરમા આરતી કરતા હોય તે દરમ્યાન પથ્થર હાથમા લઇ આવી તેને સાહેદ એ અહી કેમ ઉભો છો તેમ કહેતા આરોપી એકદમ ઉશકેરાય જઇ અને ફરીયાદી તથા સાથીને જેમફાવે તેમ જાહેરમા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજાની જીંદગી જોખમાય તે રીતે મંદીરના દરવાજા ઉપર છુટા પથ્થ્થરના ઘા કરી મંદીરના દરવાજાને નુકસાન કરી તેમજ વિનુભાઇ કંજારીયાને પથ્થરનો ઘા કરી શરીરે મુંઢ ઈજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ધર્મેન્દ્રભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મોસીન મામદ કુરેશીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૯૫,૩૨૩,૩૩૬,૩૩૭,૪૨૭, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,614,948

TRENDING NOW