Wednesday, June 24, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર

મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રામદેવ પીર મંદિર વાળી શેરીમાં રહેતા આરોપી મનીષભાઈ દેવકરણભાઈ ખાણઘર એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,184

TRENDING NOW