Saturday, June 20, 2026

મોરબીમાં મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકવા બાબતે મારામારી, ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની વાવડી ચોકડી પર મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકવા બાબતે મારામારી થયા બાદ બે શખ્સો યુવાનને માર મારી મોટર સાઈકલમાં તોડોફડ કરી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે.

મોરબીના નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતા રુદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.૧૮) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મોબાઈલમાં ઇનસ્ટાગ્રામમાં સ્ટોરી મુકેલ હોય જે સ્ટોરી બબાતે આરોપી સાગર નવઘણભાઈ ભરવાડ, રાજેશભાઈ હિતેશભાઈ રબારી, જીગર જીલુભાઈ ગોગરા, ફૈજલ સંધી, ડેનીશ કિશોરભાઈ મિસ્ત્રી, રોહિત જીવણદાનસ બાવાજી, ઈરફાન કરીમભાઈ પારેરી અને એક અજાણ્યા ઇસમને સારું નહીક લાગતા વાવડી ચોકડીએ આવીને ફરિયાદી રુદ્રરાજસિંહ ઝાલા અને સાહેદને ગાળો આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે માર મારી રુદ્રરાજસિંહ ઝાલાને માથામાં તથા પગમાં ફેકચર જેવી ઈજા કરી તેમજ સાહેદ અમિતને માર મારી તેના મોટર સાઈકલ પર ધોકા મારી તોડફોડ કરી નુકશાન કરી આરોપીઓએ ફરિયાદી રુદ્રરાજ તથા સાહેદને મોટર સાઈકલમાં બેસાડીને અપહરણ કરી હુશેનભાઈના ડેલે લઇ જઈ ત્યાં આરોપી ડેનીશ મિસ્ત્રી, રોહિત બાવાજી, ઈરફાન પારેરી અને એક અજાણ્યા ઇસમે હથિયાર સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,884

TRENDING NOW