Sunday, June 21, 2026

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાં પ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાં પ્રેમીઓ ઝડપાયા

મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ બોધ્ધનગર શેરી નં -૪ મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કેશુભાઇ પેથાભાઇ ટુડીયા (ઉ.વ.૫૬), કાંતીભાઇ અરજણભાઇ પરમાર (ઉ.વ.૫૨), બાબુભાઇ ગંગારામભાઇ ગોહિલ (ઉ.વ.૫૦) રહે. ત્રણે બૌધ્ધનગર મોરબી-૨, મહેશભાઇ અર્જુનભાઇ પરમાર (ઉ.વ.૩૫) રહે. નજરબાગ મોરબી તથા તેજાભાઇ ટપુભાઇ પારઘી (ઉ.વ.૭૧) રહે. પીપળી વણકારવાસ તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૩૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,942

TRENDING NOW