Sunday, June 7, 2026

મોરબીના લાયન્સ નગરમાં અધુરો રોડ પુરો કરવા સ્થાનિક રહેવાસીઓ દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાયન્સ નગરમાં અધુરો રોડ પુરો કરવા સ્થાનિક રહેવાસીઓ દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ

મોરબી: મોરબીના લાયન્સનગરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ રોડ અધુરો છે જે રોડ પુરો કરવા અને પાણીની લીંકે જ લાઇનમાંથી નીકળતું પાણી બંધ કરવા સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા કલેકટરને રજૂઆત કરી છે.

મોરબીના શનાળા બાયપાસ પાસે છેવાડાના વિસ્તારમાં વોર્ડ નં-૧૧ માં આવેલ લાયન્સનગરમા કરોડો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવામાં આવેલ છે ત્યારે આ રોડ વર્ષોથી અધુરો મુકી દેવામાં આવેલ છે. જે રોડની એક સાઈડ તૂટવા લાગી છે તેમજ રોડ ઉપર પાણીની લાઈન લીકેજ હોવાથી ચોમાસાની જેમ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે ત્યારે આ રોડનું અધુરૂ કામ પુરૂં કરવા તથા લીકેજ લાઇનમાંથી વહેતું પાણી બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકર દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

Related Articles

Total Website visit

1,607,793

TRENDING NOW