Tuesday, June 23, 2026

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના રવાપર રોડ પર આવેલ એચ.ડી.એફ.સી ચોકની પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ સામે વિધ્યુતનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ નવનીતભાઈ રાવલ (ઉ.વ.૪૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડ પર આવેલ એચ.ડી.એફ.સી ચોકની પાસેથી ફરીયાદીનુ હોન્ડા કંપનીનું ડ્રીમ યુગા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩- એચ.જે-૨૦૨૫ જની કિંમત રૂ. ૫૦,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,137

TRENDING NOW