મોરબીના રફાળેશ્વર ગામ નજીક ચકર આવી ગટરના પાણીમાં પડી ડુબી જતાં યુવાનનું મોત
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની બાજુમાં આવેલ શ્યામ હોટલની બાજુમાં આવેલ ગટરમાં ચકર આવી ગટરના પાણીમાં પડી ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રહેવાસી મધ્યપ્રદેશના અને હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની બાજુમાં આવેલ શ્યામ હોટલની બાજુમાં આવેલ આરકો ક્વાર્ટઝ સિંક નામના કારખાનામાં રહેતા કમલ ભુવાનસિંહ અખાડે (ઉ.વ.૨૫) નામના યુવાનને ગત તા.૧૨-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ચક્કર આવતા હોય તેમ છતા પોતાના દિકરા કાર્તિક ઉ.વ. દોઢ વર્ષવાળાને તેડીને કારખાનાની બહાર આવેલ દુકાને માવો લેવા માટે જતા હતા ત્યારે શ્યામ હોટલ પાસે આવેલ પાણી ભરેલ ગટર ક્રોસ કરતા હતા ત્યારે ચક્કર આવતા ગટરમા પાણીમા પડી જતા ગટરના પાણીમા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.