મોરબી: હાલમાં જ મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, આપ નેતા ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ, સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના મંત્રી અજિત લોખીલ સહિતના આગેવાન અને આપના કાર્યકતાઓએ મુલાકાત લીધી હતી. ત્યારે આપના મુલાકાત કાર્યક્રમ બાદ બહોળી સંખ્યામાં લોકો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
જેમાં મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને ઘણા બધા યુવાનોએ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયાના હાથે આમ આદમી પાર્ટીને સાથ આપવા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આપની વિચારધારા સાથે જોડાયા હતા. આવનારા દિવસોમાં ખભાથી ખભો મિલાવીને પાર્ટીને મજબૂત બનાવવામાં પુરતું યોગદાન આપવાનો પ્રયાસ રહેશે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલ યુવાનોને આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તથા યુવા મોરચાના પ્રમુખ ભાવીનભાઈ તેમજ વનરાજભાઈ દ્વારા આવકારવામાં આવ્યા હતા.





