મોરબીના ભાવપર ગામથી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનની શરૂઆત કરાઈ

મોરબી: સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંર્તગત કાર્યક્રમમાં પ્લાસ્ટીક મુક્ત ભારત કાર્યક્રમ ભાવપર મુકામે આજ રોજ તારીખ – ૦૬/૦૯/૨૦૨૨ ના રોજ ગ્રામ પંચાયત સરપંચ મનુભાઇ ગામી માજી સરપંચ બાબુભાઇ ગઢિયા તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઇ બાવરવા બક્ષી પંચ મોરચાના મહામંત્રી વ્યાસ ધનેશ્રવર કાંતિલાલ, માજી આચાર્ય કડીવાર તથા ભાવપર તાલુકા શાળાના આચાર્ય એન ડી પટેલ તથા સાર્થી શિક્ષક મિત્રો – સંકુલના સહકારથી આ કાર્યક્રમના મોરબી જીલ્લાના સંચોજક મનુભાઇ કૈલા તથા સહ સંયોજક હિરેનભાઇ વિડજા, રાજેશભાઇ એરણીયા, મેહુલભાઇ ગાંભવા, ભાવપર ગામમાં દરેક શેરીમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન વિદ્યાર્થીઓ તથા ગામ લાકોને જોડીને મોરબી જીલ્લામાં અભિયાનની શરૂઆત ભાવપર ગામથી મોરબી જીલ્લાના આ અભિયાનના શ્રી ગણેશ કરેલ છે.જેનો શ્રેય ભાવપર ગામને જાય છે.







