મોરબીના બેલા (રંગપર) ગામે 23 જાન્યુઆરીએ પાવડીયારી મેલડી માતાજીનો નવરંગ માંડવો
મોરબી: મોરબીના બેલા (રંગપર) ગામે મનસુખભાઇ ધનાભાઇ સુંવાણ તથા વિક્રમભાઈ રતાભાઈ સુંવાણના આંગણે પાવડીયારી
મેલડી માતાજીના નવરંગ માંડવાનું ૨૪ કલાકનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના બેલા (રંગપર) ગામે પાવડીયારી મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાશે જેમાં તા. ૨૩ ને સોમવારે સવારે માંડવાનું થાંભલી મુર્હત, તથા સોમવારે ૨:૩૦ સંતોના સામૈયા કરવામાં આવશે. સાજે ૪ થી ૬ ધર્મસભા યોજાશે. સોમવારે સાંજે ૬ કલાકે પટેલ સમાજવાડી બેલા (રંગપર) ખાતે મહાપ્રસાદ રાખેલ છે. તેમજ રાત્રે ૯:૦૦ કલાકે કલાકાર ભરતભાઇ કુંઢીયા ડાકની રમઝટ બોલાવશે. તથા તા. ૨૪-૦૧-૨૦૨૩ ના રોજ મંગળવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી વધાવી લેવાશે.
આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મેલડી માતાજીના ભુવા મનસુખભાઇ રબારી તથા વિક્રમભાઈ રબારી દ્વારા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





