Monday, June 22, 2026

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે તા.12 ફેબ્રુઆરીએ સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે તા.12 ફેબ્રુઆરીએ સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન

મોરબી: આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા મળતી રહે તેવા શુભ આશયથી આગામી 12 ફેબ્રઆરી, 2023ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતી નિમિત્તે સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે.

સામુહિક સુર્યનમસ્કાર સ્પર્ધા તારીખ : ૧૨-૦૨-૨૦૨૩ ને રવિવારના રોજ સમય: સવારે 6 કલાકે રામોજી ફાર્મ,
(રવાપર) કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

સૂર્યનમસ્કારનું મહત્વ સૂર્યનમસ્કાર હજારો વર્ષોથી ઉગતા સૂર્યની સમક્ષ કરવામાં આવતી ઉપાસના છે.
વૈદિક સંસ્કૃતિની યોગ મિમાંશામાં તેનો પાયો જોવા મળે છે.
સૂર્યનમસ્કારના દૈનિક અભ્યાસ દ્વારા શારીરિક, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક તેમજ ભાવનાત્મક એમ પાંચ સ્તરનો વિકાસ થાય છે. સૂર્યનમસ્કારના નિયમિત અભ્યાસથી વ્યક્તિમાં સર્વના કલ્યાણની ઊંડી સમજ આવે છે તથા તંદુરસ્ત જીવનશૈલીથી જીવન જીવવામાં મદદ મળે છે. સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રાચીન પદ્ધતિ એટલે સૂર્યનમસ્કાર. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. ‘સૂર્યનમસ્કાર’ સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન તથા વૃદ્ધ બધાને માટે ઉપયોગી છે.

સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધા વિશે વિશેષ માહિતી સામુહિક સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.

સ્પર્ધા નીચે મુજબ *પાંચ વિભાગ માં યોજાશે.

વિભાગ A: 11 થી 13 વર્ષ,
વિભાગ B: 14 થી 18 વર્ષ,
વિભાગ C: 19 થી 30 વર્ષ,
વિભાગ D: 31 થી 40 વર્ષ
વિભાગ E: 41 વર્ષ કે વધુ

આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ ગ્રુપમાં રહેશે.

દરેક વિભાગમાં કુલ 10 વિજેતા નંબર આપી, કુલ 100 સ્પર્ધકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સામુહિક સુર્ય નમસ્કાર સ્પર્ધાની રજીસ્ટ્રેશન ફી ૧૫૦/- રૂપિયા રહેશે. સ્પર્ધામાં ૫૦ કે તેથી વધુ સ્પર્ધકનું રજીસ્ટ્રેશન કરાવનાર શાળા, કોલેજ, સંસ્થા કે ગ્રુપનું વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે
સ્થળ : વિનય કરાટે એકેડેમી અને
ભક્તિ યોગ કેન્દ્ર, અવની ચોકડી પાસે, કેનાલ રોડ, મોરબી. મોરબી માટે કોન્ટેક્ટ નંબર: વાલજી પી. ડાભી- 95862 82527, 94096 63627, ચાંદનીબેન ધોરિયાણી 76984 85084,
મયુરભાઈ કારિયા- 99984 49051, મનીષાબેન રાચ્છ- 94299 78876,
દિલીપભાઈ કંઝારીયા- 99790 10755, તથા ટંકારા માટે સંપર્ક નંબર: કંચનબેન સારેસા: 95589 26180 તેમજ વાંકાનેર માટે
દિપાલીબેન આચાર્ય 92652 56365 નો સંપર્ક કરવો.

Related Articles

Total Website visit

1,609,050

TRENDING NOW