મોરબીના પ્લાયવુડના વેપારી સાથે ૧૦.૩૮ લાખની છેતરપિંડી.
બગથળા ગામ નજીક આવેલ પ્લાયવૂડ ફેકટરીના સંચાલકનો વિશ્વાસ કેળવી પીવીસી પ્લાસ્ટિક શીટ બનાવવાના પાવડરનો ૧૦.૩૮ લાખનો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબનો માલ મોકલ્યો ના હતો અને રકમ પણ રીફંડ નહિ આપી ચીટીંગ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે રહેતા ગૌરવભાઈ ગોપાલભાઈ ઠોરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રાજકોટ લોધિકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન. પ્લોટ નં ૨૩ સબ પ્લોટ નં ૨૩/૧ ખાતે શ્રી હરી એન્ટરપ્રાઈઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઈ ભંડેરીએ ફરિયાદી ગૌરવભાઈને વિશ્વાસમાં લઈને પી.વી.સી પ્લાસ્ટિક શીટ બનાવવાના પાવડરનો ૧૦,૩૮,૪૦૦ નો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબ માલ મોકલ્યો ના હતો અને માલના પૈસા રીફંડ કર્યા ના હતા અને વેપારી સાથે ૧૦.૩૮ લાખની છેતરપીંડી આચરવામાં આવી છે મોરબી તાલુકા પોલીસે પેઢીના સંચાલક વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.





