કોયલી ગામની સીમમાં ખેતર સામેથી બાઈકની ચોરી,ફરિયાદ નોંધાઇ.
મોરબી તાલુકાના કોયલી ગામની ખારા તરીકે ઓળખાતી સીમમાં કાચા રસ્તા ઉપર ફરીયાદીના ખેતરની સામે કાચા રસ્તા ઉપરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના કોયલી ગામેના રહેવાસી અને હાલ મોરબીના શનાળા રોડ પર લાઇન્સનગરમા રહેતા અને પંચરનો ધંધો કરતા પ્રવિણભાઈ ભુરાભાઈ ડંડેચાએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૪-૨૦૨૩ ના સવારના સાડા અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમ્યાન કોઈપણ વખતે ફરીયાદીનુ હોન્ડા કંપનીનુ કાળા કલરનુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- નં.GJ-36-AE-0227 વાળુ કિંમત રૂપીયા ૪૦,૦૦૦/- વાળુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોઈ ત્યારે તેમને અજાણ્યા ઈસમ વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.





