Monday, June 22, 2026

મોરબીના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી પકડાયા

મોરબી: મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કુલ સામે, સ્વામીનારાયણ મંદિરની સામે, તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કુલ સામે, સ્વામીનારાયણ મંદિરની સામે, તીનપત્તીનો જુગાર રમતા આરોપી નિતીનભાઇ ખીમજીભાઇ વરમોરા ( રહે.નાનીવાવડી ગુરૂકૃપા સોસાયટી તા.મોરબી), વિશાલભાઇ હરેશભાઇ અગ્રાવત (રહે.રવાપર ગામ ગંગાદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં. મોરબી), વિજયભાઇ રેવાદાસભાઇ રામાવત, ( રહે.રાજકોટ હુડકો રોડ દેવપરા સોસાયટીમાં ઝરીનાબેનના મકાનમાં ભાડેથી જી.રાજકોટ), સંજયભાઇ મગનભાઇ ગૌસ્વામી ( રહે.નાની વાવડી ઓમ શાંતી કબીર વાડીની બાજુમાં તા.મોરબી), સંજયભાઇ ગોરધનભાઇ કુંઢીયા ( રહે.નાનીવાવડી ગૌશાળાની બાજુમાં તા.મોરબી) ને જાહેરમાં તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા રોકડા રૂપિયા ૨૧,૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,062

TRENDING NOW