મોરબીના જેપુર ગામેથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે મહાદેવના મંદિર પાસેથી દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના જેપુર ગામે મહાદેવના મંદિર નજીક આરોપી રમેશભાઈ અમરશીભાઈ સાણજા (ઉ.વ.૪૫) રહે. જેપુર ગામ તા. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ દેશી દારૂ લીટર -૦૫ કિં રૂ.૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





