Saturday, June 20, 2026

માળીયા (મીં) ના જૂના ધાંટીલા અને વવાણિયા ગ્રામ પંચાયતના નવા મકાનો મંજૂર કરાવતા ધારાસભ્ય

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાનાં જૂના ઘાંટીલા ગામે હાલનુ ગ્રામ પંચાયતનું મકાન નાનું અને અગવડતાભર્યું હોય ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખી નવું મકાન મંજૂર કરવા તમજ વવાણિયા ગામે હાલનુ પંચાયતનું મકાન જર્જરિત હોય નવું મકાન બાંધવા જિલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલેલી જેનું સતત ફોલોઅપ કરી ધારાસભ્યએ જૂના ધાંટીલા માટે રૂ ૧૪ લાખ અને વવાણિયા માટે પણ રૂ. ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજૂર કરાવ્યા છે.

આ માટે ધારાસભ્યએ પંચાયત મંત્રી જયદ્રતસિંહ પરમાર અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીશ્રીનો આ બંને ગામો વતી આભાર માન્યો છે. આમ, જૂના ઘાંટીલા અને વવાણિયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની જે માંગણી હતી તે ધારાસભ્યએ સતત ફીલીપ કરીને મંજૂર કરાવી છે. જેને માળીયા (મીં) તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓએ આવકારી છે અને ધારાસભ્યશ્રીને અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW