Sunday, June 7, 2026

માળીયા પોલીસે પાસા વોરંટના ફરાર આરોપીને પાલનપુરથી ઝડપી પાડીને સુરત જેલહવાલે કર્યો

Advertisement
Advertisement
Advertisement

માળીયા (મીં.) : મોરબી જીલ્લા કલેકટર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરાયેલ આરોપી છેલ્લા આઠેક વર્ષથી ફરાર હોય જેને માળીયા પોલીસે પાલનપુર પોલીસ પાસેથી હસ્તગત કરીને સુરત જેલ ખાતે ધકેલી દીધો છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગત તા. 19/12/2014 ના રોજ પ્રવીણ અમૃતલાલ બારોટ (ઉં.વ. 42, રહે.મલાણા, તા.પાલનપુર જી. બનાસકાંઠા) નામના ઈસમ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવેલ હોય જે ઈસમ છેલ્લા આઠ વર્ષથી વર્ષથી ફરાર હતો જેથી માળીયા પોલીસે બનાસકાંઠા એસ.ઓ.જી માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ફૂલચંદભાઈના સંપર્કમાં રહી આરોપી પ્રવીણને પોતાના વતનમાંથી ટેકનીકલ માધ્યમોનો ઉપયોગ કરી ઝડપી લીધો છે અને આરોપીને સુરત જીલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW