Wednesday, July 15, 2026

માળીયા તાલુકા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શન માં શ્રી નાનાભેલા પ્રા.શાળાની કૃતિને મળ્યું પ્રથમ સ્થાન.

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શન માં શ્રી નાનાભેલા પ્રા.શાળાની કૃતિને મળ્યું પ્રથમ સ્થાન.

ગત તારીખ-:- 5/10/23 ના રોજ યોજાયેલ માળીયા તાલુકા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે યોજાયેલ.જેમાં દરેક સી.આર.સી માંથી બેસ્ટ 5 કૃતિ ઓ તાલુકા કક્ષા ના પ્રદર્શન માટે પસંદગી પામેલ.કુલ 5 વિભાગ માં અંદાજિત 30 કૃતિ રજૂ થયેલ.તેમાં શ્રી નાનાભેલા પ્રા.શાળા ની કૃતિ વિભાગ -1 સ્વાસ્થ્ય માં રજૂ કરવા માં આવેલ. આ કૃતિ નો મુખ્ય વિચાર બજાર કે મેડિકલ માં મળતા ગ્રાઈપ વોટર(પેટ ના ચુકના ટીપા) જેમાં આલ્કોહોલ નું પ્રમાણ 3.6% થી 9.6% તથા સોડિયમ બાય કાર્બોનેટ અને અધિક માત્રા માં શર્કરા હોય જેના લીધે નવજાત શિશુ માં ક્યારેક આડ અસર પણ ઉત્પન્ન કરતા હોય એના બદલે શ્રી નાનાભેલા પ્રા.શાળા ના બાળ વૈજ્ઞાનિકો એ ઘરેબેઠા જાતે જ આયુર્વેદિક ગ્રાઈપ વોટર બનાવી શકાય એ હેતુ સર પોતાનું વર્કીગ મોડેલ રજૂ કરેલ.આ ગ્રાઈપ વોટર માં અજમો,સુવા અને વરિયાળી તથા તલુસી કે ફુદીના ના પાન ,સ્વાદ મુજબ સાકર કે ખાંડ નો ઉપયોગ કરી તેને 1 લીટર પાણી માં ઉકાળી તેની વરાળ ઠારક નળી મારફત ઠારી તેના અર્ક ને એકઠો કરવા માં આવેલ.આ ગ્રાઈપ વોટર નવજાત શિશુ ને આપવા થી અપચો,ગેસ,પેટ માં આવતી ચુક તથા પાચન સબંધી રોગો માં રાહત આપે છે.અને ખુબજ નજીવા ખર્ચે આ ગ્રાઈપ વોટર તૈયાર કરી શકાય તથા કોઈ આડ અસર પણ થતી નથી.
તાલુકા કક્ષા એ વિભાગ 1 માં પ્રથમ સ્થાન મળતા આગામી સમય માં યોજાનાર જિલ્લા કક્ષા ના પ્રદર્શન માં શ્રી નાનાભેલા પ્રા.શાળા વિભાગ 1 માં માળીયા તાલુકા નું પ્રતિનિધિત્વ કરશે.
શ્રી નાનાભેલા શાળા પરિવાર,એસ.એમ.સી સમિતિ અને ગ્રામજનોએ બન્ને બાળ વૈજ્ઞાનિકો ને અભિનંદન પાઠવેલ અને હર્ષ ની લાગણી અનુભવેલ.

Related Articles

Total Website visit

1,621,994

TRENDING NOW