Monday, June 8, 2026

માળીયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલનો દબદબો

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલનો દબદબો

માળીયા : માળિયા તાલુકાની ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધા આજરોજ વિનય સ્કૂલ પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાઈ ગયી.. જેમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચીના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવીને મેદાન માર્યું છે.

તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધાના અંડર 17 વય જૂથમાં ગોળા ફેકમાં જસાપરા નીરદ કિશોરભાઈ પ્રથમ,1500 મીટર દોડ અને લાંબી કૂદ બંને સ્પર્ધામાં પરસુંડા હિરેન અશોકભાઈ પ્રથમ તેમજ 100 મીટર દોડમાં જસાપરા મિત પ્રવિણભાઇ બીજો નંબર મેળવીને શાળા અને ખાખરેચી ગામનુ ગૌરવ વધાર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે..

શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણિયાએ તેમજ તમામ સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી…

Related Articles

Total Website visit

1,607,877

TRENDING NOW