માળિયા – હળવદ રોડ પર ક્રિષ્ના હોટલમાંથી ઈંગ્લીશ દારૂ/બિયરના જથ્થા સાથે એક પકડાયો
માળિયા (મી): માળિયા (મી) – હળવદ હાઈવે રોડ પર આવેલ ક્રિષ્ના હોટલમાંથી ઈંગ્લીશ દારૂ/ બિયરના જથ્થા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રીયાજભાઈ કરીમભાઈ લધાણી (ઉ.વ.૩૮) મૂળ જામનગરના રહેવાસી અને હાલ રહે. માળિયા (મી) – હળવદ હાઈવે ક્રિષ્ના હોટલ તા. માળિયા (મી) વાળા એ પોતાના કબ્જા ભોગવટા વાળી ક્રિષ્ના હોટલમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૫ કિં રૂ.૧૮૦૦૦ તથા બિયર ટીન નંગ -૮૧ કિં રૂ. ૮૧૦૦ એમ કુલ મુદ્દામાલ કિં રૂ.૨૬૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રીયાજભાઈને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





