બેલા ગામની સીમમાં ગાય ને બહાર કાઢવા જતા લપસી જતાં સિક્યોરિટી ગાર્ડનું મોત.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એક કારખાના માં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ અંદર આવેલ ગાયને કાઢવા જતા પગ લપસી જતાં ખાડામાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા હાલ અકસ્માતે મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ તુલશીરામ ભદોલે ઉવ-૬૫ રહે- બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ એસ્ટ્રીકા સીરામીકમા મુળ એમ.પી વાળા સિક્યોરિટીની નોકરી ઉપર હતા ત્યારે કારખાનાના ગેઇટ માંથી ગાય અંદર આવતા તેને બહાર કાઢવા માટે જતા અકસ્માતે તેનો પગ લપસ્તા ખાડામા પડી જતા માથામા ગંભીર ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તા-૧૭/૦૭/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





