Sunday, August 23, 2026

પોલીસને જોઈ બે શખ્સો દારૂનો જથ્થો અને બાઈક છોડી નાસી છૂટયા.

Advertisement
Advertisement
Advertisement

પોલીસને જોઈ બે શખ્સો દારૂનો જથ્થો અને બાઈક છોડી નાસી છૂટયા.

મોરબીના ઘુંટુ ગામની સીમમાં બાઈક પર દારૂનો જથ્થો લઈને નીકળેલ બે શખ્સો પોલીસને જોઈ બાઈક અને દારૂનો જથ્થો રેઢો મૂકીને નાશી છૂટયા હોઈ ત્યારે પોલીસ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામની સીમમાં જીઓલાઈક સેનેટરીવર્સ કારખાના નજીક મોરબી તાલુકા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગમા જોઈ બાઈક ઉપર દારૂની હેરફેર કરતા બે શખ્સ નાસી ગયા હતા. બનાવ સ્થળેથી પોલીસે રૂ.20 હજારની કિંમતનું જીજે – 36 – AA – 8858 નંબરનું બાઈક તેમજ કાળા કલરના થેલામાં ભરેલ બેગપાઈપર બ્રાન્ડ વ્હીસ્કીની 12 બોટલ કિંમત રૂપિયા 3600 સહિત કુલ રૂપિયા 23,600નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે બન્ને શખ્સ વિરુદ્ધ બાઈક નંબરના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,626,529

TRENDING NOW