Sunday, June 7, 2026

પોલીસની ઓળખ આપી વાહન ચાલકો પાસેથી પૈસા વસુલતા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

પોલીસની ઓળખ આપી વાહન ચાલકો પાસેથી પૈસા વસુલતા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડાથી પાટડી સુધીમા સાવલા ગામ પાસે પોલીસની ઓળખ આપી વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા વસુલતા 3 શખ્સોને મોરબી ACB પોલીસે રંગેહાથ ઝડપ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ACBને ટોલ ફી નંબર-1064 પર માહિતી મળી હતી કે, દસાડા થી માલવણ ચોકડીની વચ્ચે ટ્રક તથા અન્ય વાહનોને હેરાન-પરેશાન કરીને અમુક ઈસમો વાહન ચાલકો પાસેથી રૂપિયા 100થી 1000 સુધીની ગેરકાયદેસર લાંચની માંગણી કરી પૈસા પડાવતા હતા.

આ માહિતીની ખરાઈ કરવા મોરબી ACBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલની આગેવાનીમાં ACB પોલીસના કર્મચારીઓ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં દસાડાથી પાટડી સુધીમા સાવલા ગામ પાસેથી ACB પોલીસની ટીમ પસાર થતા પોલીસનું બોર્ડ લગાવેલ અલ્ટો કાર સાથે આરોપી મયુદિન કેશુભાઈ સોલંકી, ઇમરાન અબ્દુલ ઢમઢમા અને અવેશ સીકંદર પરમાર મળી આવ્યા હતા. ત્રણેય આરોપીએ ACBની કારને અટકાવી હતી અને પોતે પોલીસ હોય અને તેવી ઓળખ આપીને 200 રૂપિયાની લાંચ માંગી હતી. જેથી ACB પોલીસની ટીમે ત્રણેયને રંગે હાથ ઝડપીને તેની પાસેથી મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા 16000, અલ્ટો કાર જેની કિંમત રૂપિયા 70,000 તથા રોકડા રૂપિયા 20,810 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,607,836

TRENDING NOW