Saturday, June 6, 2026

નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ, મોરબી દ્વારા 77 મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ, મોરબી દ્વારા 77 મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતના 77મા ગણતંત્ર દિવસના શુભ અવસરે ઊંચી મંડળ, મોરબી–હળવદ રોડ સ્થિત નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. આ અવસરે કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓની ગૌરવભરેલી હાજરી રહી.

સમારંભ દરમિયાન વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, લોકશાહી મૂલ્યો તેમજ દેશની એકતા અને અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. કર્મચારીઓને ઇમાનદારી, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી.

આ પ્રસંગે કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને સન્માનરૂપે સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેના કારણે કર્મચારીઓમાં ઉત્સાહ અને કંપની પ્રત્યેની નિષ્ઠા વધુ મજબૂત બની.

કાર્યક્રમના અંતે દેશભક્તિ ગીતો તથા મીઠાઇ વિતરણ કરવામાં આવ્યું અને સૌએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પ લીધો.
નેક્સિયન સરફેસિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ ઉજવણી રાષ્ટ્રીય ભાવના સાથે કર્મચારી સન્માનનું ઉત્તમ ઉદાહરણ બની.

Related Articles

Total Website visit

1,607,773

TRENDING NOW