Sunday, June 28, 2026

નવા જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

નવા જાંબુડિયા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે આવેલ સેનેટરીવેર ના કારખાના પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી ને આધારે પોલીસે રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે ઇગલ સેનેટરીવેર કારખાના પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઘનશ્યામભાઈ કાળુભાઇ દેગામા, વિશાલ રમેશભાઈ ઉડેચા, રૂપેશભાઈ પ્રભાશંકરભાઈ વ્યાસ, આશિષ દિનેશભાઇ સારલા અને વાસુદેવ સિંધાભાઈ સરસાવડીયા નામના શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 24,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,629

TRENDING NOW