Monday, June 8, 2026

ધ્રોલમાં હડકાયા શ્વાને ૨૪ કલાકમાં ૨૮ને બચકા ભરી લેતા ભયનો માહોલ.

Advertisement
Advertisement
Advertisement

ધ્રોલમાં હડકાયા શ્વાને ૨૪ કલાકમાં ૨૮ને બચકા ભરી લેતા ભયનો માહોલ.

ધ્રોલમાં હડકાયા બનેલા એક કૂતરાએ ૨૮ વ્યક્તિને કરડી ખાધા હતા. જેમાં પણ સાંજે ૧૩ વ્યક્તિને નિશાન બનાવીને આ શ્વાને રીતસર આતંક પ્રસરાવી દીધો હતો. હડકાયુ કૂતરૃ કરડતા જ છ વ્યક્તિ તેના ઈન્જેક્શન મરાવવા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.

જામનગર સહિત જિલ્લા ભરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. તે દરમિયાન હવે રખડતા શ્વાન પણ લોકોને કરડી રહ્યા છે. કૂદકેને ભૂસકે વધતી જતી કૂતરાઓની સંખ્યા લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે. તે દરમિયાન ગઈકાલે ધ્રોલમાં હડકાયા બનેલા એક શ્વાને ૨૪ કલાકની અંદર કુલ ૨૮ વ્યક્તિઓને બચકા ભરી લેતાં ભારે દોડધામ મચી હતી.

તેમાંય ખાસ કરીને ગઈકાલે સાંજે ધ્રોલ શહેરમાં જ આ શ્વાને ૧૩ વ્યક્તિને કરડી લીધુ હતું. હડકાયા કૂતરાના કરડવાથી લોકોએ સારવાર મેળવવા રીતસર દોટ મૂકવી પડી હતી. તેમાંથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૬ દર્દીઓ આવ્યા હતા. તેઓને હડકવા પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. બાકીના લોકોએ ધ્રોલ અથવા જામનગરમાં ખાનગી દવાખાનાઓમાં રસી મુકાવવી પડી હતી. હડકાયા કૂતરાએ મચાવેલા આતંકના પગલે જે તે વિસ્તારના લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું.

Related Articles

Total Website visit

1,607,893

TRENDING NOW