Saturday, July 11, 2026

દુર્ગાપુજા શું છે? તેનુ શું મહત્વ છે. કેવી રીતે અને ક્યારે ઉજવાય છે? તેની પુજાવિધી શું છે. લગતી તમામ માહિતી આવો જાણીયે વિસ્તાર થી.

Advertisement
Advertisement
Advertisement

દુર્ગાપુજા શું છે? તેનુ શું મહત્વ છે. કેવી રીતે અને ક્યારે ઉજવાય છે? તેની પુજાવિધી શું છે. લગતી તમામ માહિતી આવો જાણીયે વિસ્તાર થી.

દુર્ગાપુજા નવરાત્રીના છઠ્ઠા દિવસથી શરૂ થઈને વિજયા દશમી સુધી ચાલતો એક મહાઉત્સવ છે જે માત્ર બંગાળ જ નહિં પરંતુ દેશ-વિદેશ માં ધામધુમ થી ઉજવાય છે આ તહેવાર માં મુખ્યત્વે મહિષાસુર મર્દિની માં દુર્ગા જ્ઞાનના દેવી સરસ્વતી,વૈભવ અને એશ્વર્યાના દેવી લક્ષ્મી,બુધ્ધી ના સ્વામી ગણેશજી, અને બલના દેવતા કાર્તિકેયજી ની પુજા થાય છે.આ પાંચ દિવસ દરમિયાન નીચે મુજબની પુજાવિધી અલગ અલગ દિવસે થાય છે.

(૧) મહાષષ્ઠી :- આ દિવસે સ્થાપના શ્રી દુર્ગાદેવીની ષષ્ટયાદિ કલ્પરંભ દેવીનું બોધન,આહવાન,નિવાસ,આરતી અને પુજા થાય છે.

(2) મહાસપ્તમી :- આ દિવસે દુર્ગા દેવીની સપ્તમી વિહીત પુજા,શારદીયા દુર્ગા દેવીની નવપત્રીકા પ્રવેશ, સ્થાપન, સપ્તમ્યાદિકલ્પારંભ, અને સપ્તીવિદીત પુજા પ્રસ્થા,પુજા અને આરતી થાય છે.

(૩) મહાઅષ્ટમી :- આ દિવસે દુર્ગા દેવીની અષ્ટમી વિહીત પુજા,શારદીયા દુર્ગા દેવીની મહાઅષ્ટમી વિહીત પુજા પ્રસ્થા, મહાઅષ્ટમ્યાદિકલ્પારંભ, મહાઅષ્ટમીકલ્પારંભ અને સંધીપુજા મહાઆરતી,ઢોલ,મુદુંગનો કાર્યક્રમ હોય છે.

(૪) મહાનવમી :- આ દિવસે દુર્ગા દેવીની મહાનવમી વિહીત પુજા,શારદીયા દુર્ગા દેવીની મહાનવમીકલ્પારંભ અને મહાનવમી વિહીત પુજા પ્રસ્થા,અને હોમ હવન નવરાત્રી વ્રત સમાપન અને મહાઆરતી થાય છે.

(૫) વિજયાદસમી :- આ દિવસે દુર્ગા દેવીની વિજયાદસમી પુજા, શારદીયા દુર્ગા દેવીની દસમી વિહીત પુજા,આરતી,વરણ,સિંદુરખેલા, અને અંત માં વિર્સજન યાત્રા થાય છે.
આરતી નો સમય દરરોજ સાંજે ૭-૩૦ પછી
વિર્સજન યાત્રા વિજયદસમી સાંજે ૪-૦૦ પછી

વિશેષ પરિચય
1).નારી શક્તિ દુર્ગા થીમ પર આધારિત અને બંગાળની સભ્યતા અને સંસ્કૃતિ દર્શાવતું એક ખાસ નૃત્ય પ્રેમીલાબેન સંજય સરકાર અને જુમાબેન સુભાષ મોન્ડાલ દ્વારા 23 ઓક્ટોબર સાંજે 7 વાગ્યાં પછી રજુ કરવામાં આવશે.

૨) દુર્ગા પૂજા ,તેનું મહત્વ, આયોજન , નારી શક્તિ મહત્વ, તેમજ દુર્ગાપૂજા નો સાર સમજાવવા માટે મોહિતભાઈ રાવલ દ્વારા એક ખાસ વક્તવ્ય પણ ૨૩ ઓક્ટોબર સાંજે ૭.૩૦ વાગ્યે આપવા માં આવશે.

મોરબી બંગાળ દુર્ગા પૂજા ગ્રુપ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું સમયપત્રક
22મી ઓક્ટોબર અષ્ટમી
સાંજે 5 કલાકે મહિલાઓ માટે મ્યુઝિકલ ચેર સ્પર્ધા છે.
સાંજે 6 વાગ્યે બાળકો માટે પઠન સ્પર્ધા છે. (તમારી પસંદગીની કોઈપણ કવિતા)
સાંજે 7PM મહિલાઓ માટે શંખ ધ્વનિ સ્પર્ધા.
8PM પર બાળકો માટે નૃત્ય સ્પર્ધા (તમારી પસંદગીના ગીતની અગાઉથી સત્તાધિકારીને જાણ કરવી જોઈએ.)

23 ઓક્ટોબર મહા નવમી
બાળકો માટે ડ્રોઇંગ કોમ્પિટિશન સાંજે 6 વાગ્યે (પેપર સમિતિ દ્વારા આપવામાં આવશે, બાકીના ડ્રોઇંગ સાધનો જાતે લાવવાના રહેશે.)
મહિલા મીણબત્તી લાઇટીંગ સ્પર્ધા સાંજે 7.
રાત્રે 9 વાગ્યે ઇનામ વિતરણ સમારોહ.

ઉપરોક્ત તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લેવા માટે સમસ્ત બેંગલ દુર્ગાપૂજા કમિટી દ્વારા મોરબીની જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે

Related Articles

Total Website visit

1,618,023

TRENDING NOW