ઢુવા સર્કલ સર્વીસ રોડ નજીક નાલામા પડી જતા યુવકનુ મોત
મોરબી: ઢુવા સર્કલ સર્વીસ રોડ નજીક આવેલા ગટરના નાલામા પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટના આજીડેમ પાસે વેલનાથપરામા રહેતા અજયભાઈ ઉર્ફે મુનાભાઈ નરશીભાઈ ફીચડીયા ગત તા ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ઢુવા સર્કલ સર્વીસ રોડ નજીક આવેલા ગટરના નાલામા પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





