ટંકારા ગામે મહિલા ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
ટંકારા ગામની સીમમાં નદી કાંઠે આવેલ વાડીમાં મજૂરી કરતા મહિલા કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા ગામની સીમમાં નદી કાંઠે સિકંદરભાઈ હાસમભાઈની વાડીએ ખેત મજૂરી કરતા પાંગીબેન શેતાનભાઈ નિનામા ઉ.27 નામની મહિલાએ વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. બનાવ અંગે ટંકારા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરેલ છે.





