ટંકારાના સજ્જપર ગામે સાળીએ કર્યું દશ વર્ષની બાળકીનું અપહરણ
ટંકારા: ટંકારા તાલુકાના સજજનપર ગામેથી આધેડની સાળી તેમની દશ વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગઈ હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ કાળુભાઇ ઘેલાભાઈ ખાટરીયા (ઉ.વ.૫૨) રહે. સજનપર ગામ તા. ટંકારાવાળાએ આરોપી તેમની સાળી સોનુબેન ઘરમશીભાઈ સાથરીયા રહે. સુરત અમરોલી હાઉસીંગ આવાસ તા.જી. સુરતવાળી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૯-૨૦૨૩ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીની દિકરી હેતલ ઉ.વ.૧૦ વર્ષ ૧૧ માસ ૧૧દિવસની દિકરીને ફરીયાદની સાળી સોનુબેન ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ કારણોસર અપહરણ કરી લઈ ગયેલ હોવાથી ભોગ બનનાર કાળુભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૬૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





