Sunday, June 21, 2026

જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બોટાદ દ્વારા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 21 જૂન 2025 ના રોજ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી બોટાદ દ્વારા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં 21 જૂન 2025 ના રોજ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

બોટાદ
યુનાઈટેડ નેશન્શ દ્વારા 2025 ને cooperatives Build a better World પહેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ પહેલનો હેતુ એ છે કે સામાજિક અને આર્થિક વિકાસમાં સહકારની મહત્વની ભૂમિકાને ઓળખવાનો અને તેની ઉજવણી કરવાનો છે. આ ઉજવણી અંતર્ગત ૨૧ જુન ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્ણ અને વ્યાપક ઉજવણી કરવા માટે સમગ્ર સહકારી ક્ષેત્રની સક્રીય ભાગીદારીનો સમાવેશ કરેલ હતો. આ વર્ષે મુખ્ય કાર્યક્રમ “યોગ સંદેશ” દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સુમેળ સામૂહિક યોગ પ્રદર્શન સાથે ઉજવણીનું અયોજન કરવામાં આવેલ.

સહકારી મંડળીઓ, બોટાદના જિલ્લા રજિસ્ટાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ યોગ કાર્યક્રમમાં તમામ સહકારી સંસ્થાઓની સક્રિય ભાગીદારી વધારી અને સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત યોગ દિવસ ૨૧ જુન ૨૦૨૫ ના રોજ સહકારી સંસ્થાઓમાં આયોજીત કરવામાં આવેલ તેમ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ્ટ દ્વારા જણાવેલ છે. આ યોગ દિવસે બોટાદ જિલ્લાની સહકારી સંસ્થાઓ, માર્કેટીંગ યાર્ડો, ક્રેડીટ સોસાયટીઓ, સહકારી મંડળીઓ, ખેડુતો, સહકારી વેપારીઓ દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને તણાવમુક્ત જીવન માટે યોગને રોજબરોજના જીવનમાં અપનાવવા સંકલ્પ કર્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW