Sunday, August 2, 2026

જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી જયંતિભાઇ પટેલે આપ્યુ પક્ષ માંથી રાજીનામું.

Advertisement
Advertisement
Advertisement

જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી જયંતિભાઇ પટેલે આપ્યુ પક્ષ માંથી રાજીનામું.

જિલ્લાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના જુના અગ્રણી જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દેતા સમગ્ર જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે. હાલ આ નિર્ણયથી પ્રદેશ કક્ષાના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી હતી. જેની સામે કાર્યકર્તાઓમાં નારાજગી હોય જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે આ નિમણૂક સામે વિરોધનો સુર ઉઠાવ્યો હતો. આ મામલે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી. પણ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

જેને પગલે આજરોજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિત જાણ કરી છે.

Related Articles

Total Website visit

1,624,238

TRENDING NOW