ગીતા વિદ્યાલયના આદ્ય સ્થાપક બ્રહ્મલીન પરમ પૂજ્ય મનહરલાલજી મહારાજશ્રીની 24 મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં નાના નાના બાળકો તથા બાળાઓ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવેલ. વિવિધ સ્પર્ધાઓ જેવી કે અધ્યાય કંઠસ્થ સ્પર્ધા અને રામચરિત માનસની ચોપાઈ કંઠસ્થ સ્પર્ધા ઉપરાંત પૂજ્ય ગુરુજી વિશે કંઠસ્થ નિબંધ સ્પર્ધા માં ઉત્તીર્ણ થયેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવેલ બાળકોને સ્કુલ બેગ, ફુલ સ્કેપ, ચોપડા, કંપાસ બોક્સ, વોટરબેગ તથા બોલપેન સંસ્થા તરફથી આપવામાં આવેલ. બાળકો દ્વારા ભગવદગીતાના અધ્યાય નું પઠન તથા રામચરિત માનસ ની ચોપાઈનું ગાન કરવામાં આવેલ. ગીતા વિદ્યાલયના જુના વિદ્યાર્થીઓ તથા કાર્યકરો દ્વારા પૂજ્ય ગુરુજી સાથેના સંસ્મરણો તથા અનુભવો વર્ણવ્યા હતા કાર્યક્રમને અંતે પ્રભુ પ્રાર્થના તથા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ






