વાંકાનેરના હસનપર ગામે અગાઉ છોકરાઓ વચ્ચે થયેલા જુના તકરારનો ખાર રાખી ચાર શખ્શોએ એક પરિવાર પર પાઇપ-છરીથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, છોકરા વચ્ચે થયેલ તકરાર બધા સમાધાન પણ થય ગ્યું હોય છતાં ચાર શખ્શો એક જ પરિવારના સભ્યો પર જીવલેણ હથિયારો વડે તુટી પડતા ચાર લોકો ઘાયલ થયા હતા.
આ બનાવ અંગે વાંકાનેરના હસનપર ગામે રહેતા નિલેશભાઇ રમેશભાઇ મકવાણાએ આરોપીઓ અશોકભાઇ સારલા ((રહે.મકનસર), વિશાલભાઇ રમેશભાઇ, મેરૂ નરશીભાઇ, સંજયભાઇ પ્રવિણભાઇ (રહે.હસનપર) સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૭ ના રોજ આરોપીઓના છોકરાઓને ફરીયાદીના ભાઇ કરણ સાથે બોલાચાલી થયેલ અને સમાધાન થયેલ હોય તેમ છતા આરોપીઓ મનદુખ રાખી ફરીના ઘર પાસેઆવી ગાળો બોલતા હોય જેથી ફરીયાદીના મમ્મીએ ગાળો બોલવાની ના પાડતા આ આરોપીઓ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વતી સાહેદ મુકેશભાઇને માથાના ભાગે ઇજા પહોચાડી તથા ફરીયાદીના ભાઇને કરણને માથાના ભાગે ઇજા પહોચાડી તેમજ ફરીયાદીને ઇંટનો ટુકડો હાથમાં લઇ ફરીને ડાબા ખંભે મારી મુંઢ ઇજા પહોંચાડી અને છરી વતી ફરીયાદીની માતા ગૌરીબેનને પાછળના ભાગે સામાન્ય ઇજા પહોચાડી તથા લાકડી વતી ફરીયાદીના મમ્મીને ડાબા પગે ઘુંટણના નીચેના ભાગે મુઢ ઇજા કરી તથા સાહેદ મુકેશભાઇને માથાના ભાગે ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.