Friday, March 13, 2026

ચારણ ગઢવી ઇન્ટરનેશલ ફાઉન્ડેશન દ્વારા તળાજા ખાતેના અપમાન જનક ભાષણ કરવા માટે ગીગા ભાઈ ભમ્મર સામે ફરિયાદ નોંધવા ગાંધીનગર પોલીસ મહા નિર્દેશક ને રજૂઆત કરાઈ.

Advertisement
Advertisement
Advertisement

ચારણ ગઢવી ઇન્ટરનેશલ ફાઉન્ડેશન દ્વારા તળાજા ખાતેના અપમાન જનક ભાષણ કરવા માટે ગીગા ભાઈ ભમ્મર સામે ફરિયાદ નોંધવા ગાંધીનગર પોલીસ મહા નિર્દેશક ને રજૂઆત કરાઈ.

થોડા દિવસો પહેલાં તળાજા ખાતે આહીર ગીગભાઈ ભમ્મર દ્વારા આહીર સમાજ અને ગઢવી સમાજની લાગણી દુભાય તેમજ માતાજીઓ વિશે પણ અપમાન જનક ભાષણ આપવામાં આવ્યું હતું જે બાબતે બંને સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે ચારણ ગઢવી ઇન્ટરનેશલ ફાઉન્ડેશન દ્વારા તળાજા ખાતેના અપમાન જનક ભાષણ કરવા માટે ગીગા ભાઈ ભમ્મર સામે ફરિયાદ નોંધવા ગાંધીનગર પોલીસ મહા નિર્દેશક ને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ રજૂઆત માં નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું.

હું, સુમિત્રા ગઢવી, મેનેજીંગ ડારેક્ટર, ચારણ ગઢવી આંતરરાષ્ટ્રીય ફાંઉડેશન, રજી.ઓફીસ પ્રાઇમેટ કોમ્પ્લેક્ષ, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૦૫૪, ગુજરાત, આ પત્ર દ્વારા આહિર સમાજ ના શ્રી ગીગાભાઈ જીવાભાઇ ભમ્મર સામે ગુજરાત ના અમારા પ્રતિનિધિઓ દ્વારા જે જે જગ્યાથી કાયદાકીય અને ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે જે બાબતે જાણ કરવા માંગુ છું, જેમની વિગતો પણ આ સાથે જોડેલ છેઃ- અમારી સંસ્થા દ્વારા મને મારી શ્રેષ્ઠ જાણમાં છે, કે તેમણે (શ્રી ગીગાભાઇ જીવાભાઇ ભમ્મર, રેહવાશી ભાવનગર,ગુજરાત) અત્યંત અપમાનજનક અને ગઢવી/ચારણ સમુદાય વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરી હતી, જે તળાજા ખાતે તા.14.02.2024ના રોજ,શ્રી કૃષ્ણ સેવા સમિતી આયોજીત આહિર દેવાયત બોદર સમુહ લગ્ન સમિતિ આયોજિત 8મા સમુહ લગ્ન દરમિયાન એમની અધ્યક્ષતામાં આ ટીકાઓ કરવામાં આવી હતી.

ઉપરોક્ત પ્રસંગ દરમિયાન ૧ ગીગાભાઇ ભમ્મર નો આપેલા વિડીયો ભાષણની ગુજરાતી ક્લીપ/ટાંસ્ક્રીપ્ટ પોલીસ ફરિયાદ જ્યાં જ્યાં કરાયેલ સાથે જોડાયેલ છે. તેમના વક્તવ્યમાં, ઉપરોક્ત શ્રી ભમ્મરે – ગઢવી/ચારણ સમુદાયને નિશાન બનાવીને અપમાનજનક અને બહેનો,દીકરીયો માટે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેમાં વિવિધ સમુદાયો વચ્ચે દ્વેષ અને મતભેદ ઉશ્કેરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે,આવા નિવેદનો માત્ર ગઢવી/ચારણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતા નથી પરંતુ આપણા સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે પણ ખતરો ઉભો કરે છે.
શ્રી ગીગાભાઇ ભમ્મર ની ક્રિયાઓ ભારતીય દંડ સંહિતાની ના સ્પષ્ટ ઉલ્લંઘનમાં તો છે જ, સાથે એ ધાર્મિક – સમુદાયની લાગણીઓને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્ય પણ છે. વધુમાં, તેમનું ભાષણ જે ધર્મ અને અઢારે વર્ણ ના આસ્થા સમા આઇમા સોનલ માતાજીને વગેરેના વિષે કરેલ તે અતિ હિન પ્રકારની ટિપ્પણી છે,જેથી સમાજના બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વક અપમાન સાથે સંબંધિત છે. અનુક્રમે શાંતિનો ભંગ કરવા જેવી બાબત છે.

દ્વેષપૂર્ણ ભાષણનો વધુ ફેલાવો અટકાવવા અને આપણા સમાજમાં સહિષ્ણુતા અને સાંપ્રદાયિક સૌહાર્દના મૂલ્યોને જાળવી રાખવા માટે શ્રી ગીગાભાઇ ભમ્મર સામે તાત્કાલિક કાયદેસરની ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે.
આથી, હું આપને ચારણ સમાજની લાગણી દુભાવવા બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવા અને શ્રી ગીગાભાઈ ભમ્મર સામે કાયદા મુજબ ઝડપી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

આ બાબત પર આપનુ તાત્કાલિક ધ્યાન આપવા બદલ આભાર..

Related Articles

Total Website visit

1,595,597

TRENDING NOW