Saturday, June 20, 2026

ચંદ્રપૂરના નાલા પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ચંદ્રપૂરના નાલા પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઝડપાયો.

મોરબી એસઓજી સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે થી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમિયાન બાતમી મળેલ કે, એક ઇસમ વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત ઉ.વ.૨૨ રહે.હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાનવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમચી નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related Articles

Total Website visit

1,608,884

TRENDING NOW