વર્ષામેડી ગામે જુગાર રમતા છ ઝડપાયા
માળીયા મીયાણા તાલુકાના વર્ષામેડી ગામે શક્તિ માં ના મંદિર ના ચોક વાળી શેરીમાં જાહેરમાં અમુક પત્તા પ્રેમીઓ જુગાર રમી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા છ જુગારીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી છે તથા તેમના વિરૂધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વર્ષામેડી ગામે શક્તિમાંના મંદિરના ચોકવાળી શેરીમાં તીનપત્તીનો વડે જુગાર રમતા છ ઈસમો પરબતભાઇ દેવજીભાઇ ચાવડા ઉ.વ.૩૬, ભુપતભાઇ હરખાભાઇ મહાલીયા ઉ.વ.૩૪, મકનભાઇ શંભુભાઇ ચાવડા ઉ.વ.૪૮, સુખાભાઇ દેવાભાઇ મહાલીયા ઉ.વ.૩૫, પેથાભાઇ મેરૂભાઇ સોલંકી ઉ.વ.૩૨, રમેશભાઇ રાણાભાઇ ચાવડા ઉવ.૩૧ રહે. બધા વર્ષામેડી તા.માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ.૪૪૪૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





