Tuesday, March 10, 2026

કાજલબેન હિન્દુસ્તાની વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ રદ્દ કરી તેમને જામીન આપવાનો માંગ : વિશ્વ હિન્દુ પરિષદ

Advertisement
Advertisement
Advertisement

કાજલબેન હિન્દુસ્તાની વિરૂદ્ધ નોંધાયેલ ફરિયાદ રદ્દ કરી તેમને જામીન આપવાનો માંગ : વિશ્વ હિન્દુ પરિષદ

તાજેતરમાં રાજ્યના ઉના ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બહુમત હિન્દુ સમાજ માટે સતત કાર્યશીલ માતૃશક્તિ કાજલબેન હિન્દુસ્તાની એ સમાજ અને દેશની વ્યવસ્થાઓ તથા સાંપ્રત સમસ્યાઓ સંદર્ભે માર્ગદર્શન કરેલ તેના અમુક ભાગને વિવાદ ગણાવી તેમના દાખલ કરી સરકાર શ્રી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કૃતિઓને ઘૃણાસ્પદ ગણવામાં આવ્યું છે.

ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યની મહિલા શક્તિ જ્યારે સમાજને સાંપ્રત સમસ્યાઓ અંગે માહિતગાર કરે માર્ગદર્શન કરે ત્યારે તેમની હિંમતને બળ પૂરું પાડવામાં બદલે માતૃશક્તિના ઉત્સાહને તોડી પાડવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે નિંદનીય છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાજલબેન વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ રદ કરવામાં આવે ઉપરાંત તેમને તાકીદે જામીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW