Monday, June 29, 2026

કાંતિલાલ ના વાયરલ ઓડિયો અંગે યુવકને માર મારવા બાબતે ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

કાંતિલાલ ના વાયરલ ઓડિયો અંગે યુવકને માર મારવા બાબતે ફરિયાદ નોંધાઇ.

મોરબીમાં થોડા સમય પૂર્વે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માળિયા મીયાણા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બાબતે આ કામના ફરિયાદીને અમુક શખ્સો એ રવાપર ચોકડી ખાતે બોલાવી માર્યો હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ થોડો સમય પૂર્વે ભાજપના યુવા કાર્યકર અને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચે મોરબીમાં બનેલ બે જુદી જુદી ઘટનાઓ અંગેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.આ મામલે ઓડિયો ક્લિપમાં જેમનો અવાજ હતો તે યુવક ફરિયાદી પ્રગ્નેશભાઈ ગોઠી ઉ.32 રહે.રવાપર રેસિડેન્સી, હરીદર્શન એપાર્ટમેન્ટ નામના યુવાનને આરોપી અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સોએ રવાપર ચોકડી પાસે બે અલગ અલગ કારમાં ધસી આવી ગત તા. 14 જુલાઈના રોજ માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડયા હતાં.વધુમાં ફરિયાદી પ્રગ્નેશભાઈ ગોઠીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે તેમની અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ આરોપી અમિતભાઈ દેવાભાઈ અવાડિયા અને અન્ય સાતથી આઠ શખ્સો રવાપર ચોકડીએ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, ઓડિયો કલીપ વાયરલ કરવા અંગે પોતાનું ક્યાંય નામ ન આવવું જોઈએ કહી ધમકી આપી હતી અને કાળા કલરની થાર અને નંબર વગરની વર્ના કાર તેમજ બે એક્ટિવામાં આવેલ શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. ત્યારે હાલ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,697

TRENDING NOW