આમરણ જોડિયા પાસે ડેમી ૩ નદીના પુલ પર અકસ્માત, ટ્રક પાણીમાં પડી જતાં યુવકનું મોત.
આમરણ જોડિયા પાસે આવેલ મચ્છુ ડેમી ૩ નદીના પુલ પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત માં ટ્રક પુલની રેલીંગ સાથે અથડાતા નીચે પાણીમાં પડી ગયો હોઈ જે અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પીયુષ કુમાર ફુલસિંગ મીણા ઉવ-૨૫ રહેવાસી સરસીયા તાલુકો જહાજપુર જિલ્લો ભીલવાડા રાજસ્થાન વાળાએ પોતાના હવાલાવાળુ અશોક લેયલન્ડ ટ્રક ટેંકર નંબર-GJ-12-BX-4697 વાળુ પુર ઝડપે પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી નીકળી આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી-૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટ્રક ટેન્કર ભટકાડી વાહન અકસ્માત કરી નદીના પુલ પરથી ટ્રક ટેન્કર સહીત નદીના પાણીમાં પડી ડુબી જતા પિયુષકુમારને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બોનીભાઈ પરસોત્તમભાઈ ભુજપરીયા (રહે. ગાંધીધામ જી. કચ્છ) એ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪,આ, ૨૭૯ M.V. ACT કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.





