Sunday, June 7, 2026

અપહરણ ની ઘટના બાદ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન થયેલ બબાલની ઘટનાની કહી અન કહી બાતે

Advertisement
Advertisement
Advertisement

અપહરણ ની ઘટના બાદ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશન થયેલ બબાલની ઘટનાની કહી અન કહી બાતે

(લંકેશ)
ગુનેગાર હાલત બનાવે છે કે પછી મોજ શોખ,અપહરણ અને બૂચમારૂ ઘટના વચ્ચે રાત્રે પોલીસ સ્ટેશનમાં રાજકીય ઘમાસાણ

મોરબી માં તાલુકા વિસ્તાર બેલા રંગપર રોડ ઉપર એક મોબાઇલ દુકાન અને મની ટ્રાન્સફર વાળા ને ધોળા દિવસે પાંચ જેટલા ઇસમો ગાડીમાં અપહરણ કરી લઈ ગયા જે ફકત ગણતરીની કલાકમાં પકડાય પણ ગયા અને જ્યારે આ બાબતે ફરિયાદ ની કાર્યવાહી થઈ રહી હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂબ મોટો હંગામો થયો હતો જેમાં મંત્રી અને ધારાસભ્ય દ્વારા ફોન કરાયા હતા

આખી ઘટના ની હકીકત એવી છે કે મોરબીમાં હાલ સિરામિક ઉદ્યોગો માં રોજના કરોડો રૂપિયા શ્રોફ અને આંગડિયા મારફતે આવતા હોય છે જે ધંધા રોજગાર માટે વ્યવહારિક છે પણ કાનૂની ગેરકાયદેસર છે

જે યુવાન નું અપહરણ થયું તેના બંને ભાઈ લાલજી સવસિંહ સોઢા અને નરસિંહ સોઢા બંને શ્રોફ ના ધંધા સાથે સંકળાયેલ હતા જેમાં અપહરણ થયું તેની દુકાન થી લેતી દેતી નો તમામ વહીવટ થતો અને આ શ્રોફ માં પટેલ યુવાનને મુખોટુ બનાવી આ ધંધો શરૂ કર્યો શરૂવાત મા બધું ચાલિયું પછી ૧૨ થી ૧૫ કરોડ નું ઉઠમણું કરી આ બંને રફ્ફૂચક્કર થઈ ગયા અને ઉઘરાણા વારા અંદાજે ૪૦ જેટલા લોકોએ હલ્લા બોલ કર્યા હતા અને પોલીસ માં પણ અનેક ફરિયાદ કરી પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવાઈ ન હતી આ રોલ કરનાર વિરુદ્ધ પણ મોરબીમાં ૧૬ થી વધુ નેગોસિયેટ ના કરોડ ના ગુના નોંધાયેલ છે

આ અપહરણ મા પકડાયેલ આરોપી કોઈ પ્રોફેશનલ ક્રિમીનલ ન હતા પરંતુ ખુદ પીડિત હતા તેને અપહરણ કોઈ નિર્દોષ વ્યક્તિનું નહોતું કર્યું પણ જે ક્રાઈમ કર્યો એ મજબૂરી હતી, અમે કાયદા ની મર્યાદા અને ગેરકાનૂની પ્રવૃતિના સમર્થન માં નથી

બાદ માં આ બૂચમારૂ સ્કીમ માં ફસાયેલ. લોકો પોતાના પૈસા માટે અવાર નવાર ધકકા અને શોધખોળ થી થાકી ગયા જેથી પોતાની ઉઘરાણી સુધી પહોંચવા ગુનાનો રસ્તો અપાવતો અને બે ભાડૂતી લોકો સાથે અપહરણ કર્યું

જો પોલીસ દ્વારા આ બાબતે ગંભીરતા રાખી હોત અને કરોડો નું ફુલેકું ફેરવનાર વિરુદ્ધ તપાસ કરી શ્રોફ દ્વારા લેતીદેતી થયેલ રકમ રિકવરી કે પછી તે રકમ માંથી ખરીદેલ મિલકત બાબતે તપાસ કરી હોત તો ૪૦ જેટલા બરબાદ થયેલા યુવાનો ગુના નો રસ્તો ન લીધો હોત અને હાલ બીજા પણ લોકો શોર્ટકટ મારતા પહેલા સો વાર વિચાર કરેત

અપહરણ કારો ની ધરપકડ થઈ ગયા બાદ ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે અંદાજે ૨૦૦ લોકો નું ટોળું પોલીસ સ્ટેશનમાં એકઠું થઈ ગયું જેમાં ભાજપના આગેવાનો પણ હતા અને સામી ફરિયાદ લેવા દલીલો ચાલુ હતી જેમાં યુવા એડવોકેટ ધ્રુવિલ ભીમાણી દ્વારા પોલીસ ઉપર તીખા સવાલો પૂછતા અમુક પ્રશ્નો ઉભા થયા હતા

આ મામલો વધુ ગરમાતા ભાજપના આગેવાનો દ્વારા ધારાસભ્ય દુલ્લભજી દેથરિયા ને ફોન કર્યો પણ પી આઈ દ્વારા અરજી લેવાની પણ ના પાડી દીધી ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પોતાના અંદાજના વાત કરતા તત્કાલીન અરજી લેવામાં આવી જેમાં હજી સુધી ગુનો દાખલ થયો નથી, ધારાસભ્ય દુલ્લભજી દેથરિયા સામે લોકો માં રોષ જોવા મળ્યો હતો કે ગામનો એક તલાટી પણ એનું માનતો નથી , લોકોને કામ કરવાની વાતો કરી ફકત મૂર્ખ બનાવી અધિકારીની ચાપલૂસી થી રાજકીય રોટલા શેકે છે, જો આવા રાજકીય નેતા હશે તો સરકારી કચેરી પેઢી બની જતા વાર નહીં લાગે, હવે જોવાનું રહ્યું કે કરોડોના ચક્કર માં આવેલા બીજા યુવાનો ને ન્યાય મળશે કે પછી એ પણ અપહરણ જેવો રસ્તો અપનાવશે

Related Articles

Total Website visit

1,607,802

TRENDING NOW