Sunday, June 21, 2026

અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ એ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે.

Advertisement
Advertisement
Advertisement

અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ એ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે.

મોરબી ના અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૧ તારીખે રામેશ્વર ફાર્મ ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે આગમી 11 મેના દિવસે મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે. આ સમૂહ લગ્નમાં ચાર નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્નોત્સવના પ્રસંગોની વાત કરીએ તો સાંજે 5 કલાકે જાન આગમન થશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે હસ્ત મેળાપ અને 7 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દાતાઓનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય-સામાજિક મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. દીકરીઓને જીવન જરૂરી વસ્તુઓની ભેટ પણ આયોજકો દ્વારા આપવામાં આવશે

Related Articles

Total Website visit

1,608,939

TRENDING NOW