Sunday, June 21, 2026

હળવદના રાણેકપર ગામે કઠોડા પર બેસેલ કાકા ભત્રીજી નીચે પાડયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદના રાણેકપર ગામે કઠોડા પર બેસેલ કાકા ભત્રીજી નીચે પાડયા.

હળવદના રાણેકપર ગામે વરસાદ ના લીધે દીવાલો બોદી બની ગઈ હોઈ ત્યારે ધાબા ના કઠોડા પર બેઠેલ કાકા ભત્રીજી કઠોડો તૂટતાં બંને નીચે પડતાં કાકાનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દિવાલો પણ બોદી થઈ ગઈ હોય ત્યારે ગુરૂવારના રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા પ્રવીણભાઈ સામતભાઈ બાબરીયા ઉંમર વર્ષ 36 અને તેમની સાત વર્ષની ભત્રીજી વિદ્યા તેઓના ધાબા પરના કઠોળા પર બેઠા હતા ત્યારે ઓચિંતા કઠોળો તૂટી પડતા બંને નીચે રહેલ પતરાના ઢારીયા પર પડ્યા હતા.તેની સાથે જ કઠોળાના પથ્થરો પણ માથે પડતા પ્રવીણભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.જ્યારે તેઓની ભત્રીજી વિદ્યાને પણ ઈજા પહોંચી હોય પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે શહેરની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,608,938

TRENDING NOW