૮ પાસ ગૃહમંત્રી નું અધૂરુ જ્ઞાન છલકાણું ગુજરાતમાં ગુંજતા મોરબીના 602 જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધારા-માસ્ટરમાઇન્ડ ઝડપાયા નથી ને કહ્યું બધા આરોપી પકડાઈ ગયા !
ચકચારી કેસના કેટલાક આરોપીઓ ગૃહમંત્રીની આજુ બાજુ રખડતા હોય તેમ છતાં પત્રકારોને આપ્યું લોકોને ગુમરાહ કરવા જેવુ નિવેદન
(લંકેશ)
ગઈ કાલે મોરબી માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા જેને ચુનંદા લોકોને સાંભળી પ્રેસ મીડિયાને સંબોધી રહ્યા હતા ત્યારે જણાવ્યું કે ગુજરાતમાં ગુંજતા મોરબીના ચકચારી વજેપર સુર્વે નં ૬૦૨ કાંડમાં તમામ આરોપીઓ પકડાઈ ગયા છે જો કે, હકીકત એવી છે કે હજુ આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારા અને માસ્ટર માઇન્ડ આરોપી પકડાયેલ નથી ત્યાં લોકોને ગુમરાહ કરવા માટે ૮ પાસ ગૃહમંત્રી નું અધૂરુ જ્ઞાન છલકાણું હોય તેવો ઘાટ મોરબીમાં સર્જાયો હતો.
આ કેસની હકીકત કંઈક એવી છે કે, આ કેસમાં કુલ ૧૭ આરોપીઓ છે જેમાં ફક્ત હજી ૪ આરોપીને પકડાયા છે જેમાં એક આરોપી તો ૮૦ વર્ષના ડોશી છે જેને વાચતા લખતા પણ નથી આવડતું અને અગાઉ જે આરોપીને પકડવામાં આવ્યા હતા તે આરોપીને કોર્ટમાં રજૂ કરતા જજ સાહેબ પણ CID ઉપર લાલઘૂમ થયા હતા કે મુખ્ય આરોપીને કેમ નથી પકડતા, અને લોકોમાં પણ CID હાસ્ય સ્પદ બની હતી કે આ વજેપર જમીન કોભાંડના આરોપી છે
હર્ષ સંઘવી એ તેના અધિકારીઓ પાસે થી કોઈ જ જાણકારી લીધા વિના બોલ બચ્ચન જેવા બેબાક નિવેદન ૬૦૨ જમીન કૌભાંડ માટે આપી લોકોમાં અને સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા ઉલેખનીય છે કે,
રાજકોટના એક વરિષ્ટ પત્રકાર દ્વારા એવું કહેવામા આવ્યું હતું કે, આ ગૃહમંત્રીનું કોઈ ભોજયોભાઈ સાંભળુ નથી અને બધે એક સરખી ૪ મુદાની જ વાત કરે એ વિડિઓ રાજ્યમાં ભારે શેર થયો છે
ગૃહમંત્રી તમામ આરોપી પકડાય ગયાના નિવેદન આપે છે અને CID આરોપીને પકડી પાડવા મીડિયા માં ખાત્રી આપે છે,
વજેપર કાંડ મા પકડાયેલ કથિત શાંતાબેને નામદાર હાઈકોર્ટમાં પણ સોગંદનામું કર્યુ છે કે તેની ગરીબી, અસક્ષરતા ઉંમર નો લાભ લઈ સહાય આપવાની લાલચે ગંભીર ગુનામાં ધકેલી દીધી એ આરોપી પૈકીનાં કેટલાક ગઇકાલે ગૃહમંત્રી મોરબીમાં આવ્યા હતા ત્યારે તેની આજુબાજુ ફરતા હતા અને ગૃહમંત્રી કે આરોપીઓ પકડાઈ ગયા જેથી મોરબી ભર માં રોષ વ્યાપી ગયો અને બધું ફિલ્મ ની સ્ક્રિપ્ટ હોઈ તેમ અગાઉ થી ગોઠવાયેલ હતું
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીય ઘણી વખત બોલ્યા છે ૮ પાસ ગૃહમંત્રી, આ વાત હવે સાચી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, ૮ પાસ ગૃહમંત્રી નું અધૂરુ જ્ઞાન મોરબીમાં આપેલ નિવેદનમાં છલકાણું છે તેને એ પણ ખ્યાલ નથી કે ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ ની ફરિયાદ માટે અરજદારે હાઈકોર્ટ જવું પડ્યું જેમ છતાં નામજોગ ફરિયાદ ન નોંધાતા નામદાર હાઈકોર્ટમાંથી ૧૭ લોકો વિરોધ નામજોગ ફરિયાદ લેવા આદેશ કર્યો બાદ વધારા નું ૧૭ આરોપીનું નામ જોગ નિવેદન લેવામાં આવ્યું છે
હાલ મોરબીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ મરણ પથારીએ છે એક વર્ષ માં ૧૦ થી વધુ વાર SMC( સ્ટેટ મોનીટરીંગ સેલ) રેડ કરી ચૂકી છે પોલીસ ના કારનામા ગુજરાત ભરમાં ચર્ચિત છે અને ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ કાંડ ની તપાસ ને ફૂટબોલ ના દડા ની જેમ ઉછળી એની પાછળ નું કારણ ખુદ મોરબીના એસપી ની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી મીડિયા ગ્રુપ માં પણ એવી ચર્ચા ચાલે છે કે ગૃહમંત્રીએ પત્રકારોને આપેલ નિવેદનમાં ભાંગરો વાટયો છે અને ગંભીર કેસ ની પૂરી માહિતી અધિકારી પાસેથી લીધી જ નથી અને આડેધડ નિવેદન બાજી રાબેતા મુજબ કરી નાખી છે.
મોરબી જીલ્લા ના ધારાસભ્યો એ જાહેર સંકલન માં એસ પી રાહુલ ત્રિપાઠી જોડે તું તું મેં મેં કરી અને અનેકવાર એસ પી ગેરહાજર રહેતા સંકલન બંધ રાખવી તેમ છતાં મોરબી પોલીસ ની કામગીરી વખાણી ધારાસભ્ય ની આબરૂના લીરા ઉડાડ્યા





