Thursday, March 12, 2026

હળવદમાં મારામારીના ગુન્હામાં બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં મારામારીના ગુન્હામાં બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરાયા

હળવદ: હળવદ વિસ્તારમાં મારામારીના ગુન્હા આચરતા બે ઇસમને પાસા તળે અટકાયત કરી ભાવનગર તથા પોરબંદર જેલ હવાલે કરતી હળવદ પોલીસ.

પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશનને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓના હુકમ અન્વયે સામાવાળા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી ઉ.વ.૨૯ રહે.કણબીપરા હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને આજરોજ તા. ૧૬/૧૧/૨૦૨૨ ના રોજ પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ છે તેમજ મેહુલભાઈ ઉર્ફે મેરીયો ઉર્ફે મેરો કાળુભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ કણઝરીયા ઉ.વ.૨૨ રહે.હળવદ કૃષ્ણનગર તા.હળવદ જી.મોરબી વાળાને આજરોજ તા.૧૬/૧૧/૨૦૨૨ ના રોજ પાસા એકટ હેઠળ અટકાયત કરી પોરબંદર જિલ્લા જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામેના બંને સામાવાળા મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ હોય જેઓને મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,595,527

TRENDING NOW