Saturday, March 14, 2026

હળવદમાં ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

હળવદના વિવિધ ધર્મસ્થાનોએ જઈને ગુરુજનોનું પૂજન કરવામાં આવ્યું

હળવદ શહેર ભાજપ દ્વારા ગુરુપૂર્ણિમા મહાપર્વની ઉજવણીના ભાગરૂપે હળવદના વિવિધ ધાર્મિક સ્થળોએ જઈને ગુરુજનોનું ગુરુપૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

ત્યારે છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદમાં આવેલ કંસારિયા હનુમાનજી મંદિર, ગ્રામ્ય દેવતા એવા લક્ષ્મીનારાયણ મંદિર, મકાસરી હનુમાનજી મંદિર, રાતકડી હનુમાનજી મંદિર, બાપા સીતારામ મઢુલી, સ્વામિનારાયણ મંદિર સહિત ધર્મસ્થાનોએ જઈને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ ગુરુજનોનું પૂજન કરી અને વિશ્વના કલ્યાણ અર્થે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

જેમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા , મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, મેહુલ પટેલ, રવિ પટેલ, અશોક પ્રજાપતિ સહિત કાર્યકરો અને અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,596,955

TRENDING NOW