Saturday, March 14, 2026

હળવદમાં બે યુવાનો પર સાત શખ્સોનો છરી વડે હુમલો 

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં બે યુવાનો પર સાત શખ્સોનો છરી વડે હુમલો 

હળવદ: હળવદની મોરબી ચોકડી કનૈયા હોટલ પાસે યુવાનના ઓળખીતા સાથે આરોપીઓ ઝગડો કરતા હોય જેથી યુવાન તથા તેનો મિત્ર આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ યુવાન અને તેના મિત્રને ગાળો આપી તેમના પર છરી ધોકા વડે હુમલો કરી શરીરે ઇજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યુવાને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઓમદેવસિંહ હરપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૪) રહે. હળવદ તાલુકાના ઘનશ્યામ ગામવાળાએ આરોપી મયુર રાઠોડ, મયુર પરમાર, મોહિત પરમાર, અમન પરમાર, જય પરમાર, અફજલ સંધી, કાનો રાવલ રહે બધા હળવદ જી મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી ના ઓળખીતા મોદી દલવાડી સાથે આરોપીઓ જગડો કરતા હોય જેથી ફરીયાદી તથા સાહેદ આરોપીઓને સમજાવતા આરોપીઓ એક સંપ કરી ગેરકાયદેસર મંડણી રચી પ્રાણધાતક હથીયાર ધારણ કરી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જગડો કરી આરોપી મયુર રાઠોડે છરી વતી ફરીયાદીને ડાબા હાથમા કાંડામા તથા હથેળીમા તથા ડાબા ખંભાના ભાગે તથા જમણી બાજુ છાતીના ભાગે તથા ડાબી બાજુ ડોકના ભાગે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ સાહેદ હરદેવસિંહને આરોપી મયુરે છરી વતી નાક ઉપર તથા જમણી આંખ નીચે ગાલ ઉપર મારી ફેકચર જેવી ઇજાઓ કરી તથા આરોપી અમન પરમારે છરી વતી સાહેદ હરદેવસિંહને જમણા હાથના કાડા પાસે તથા ડાબા કાન પાસે મારી ઓછી વધતી ઇજાઓ કરી તેમજ અન્ય આરોપીઓ ફરી તથા સાહેદને પકડી રાખી ધોકાથી મારી શરીરે મુઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ઓમદેવસિંહે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મોહિત પરમાર,અમન પરમાર, જય પરમાર, તથા અફજલ સંધીની અટક કરેલ છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ-૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,600

TRENDING NOW