Monday, March 9, 2026

હળવદમાં પાટીયા ગ્રુપ દ્વારા પતંગોત્સવ વિજેતાઓને આકર્ષક ગિફ્ટ આપી સન્માનિત કરાયા

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

હળવદમાં અનેક સેવાભાવી સંસ્થાઓ છે. રોટરી ક્લબ હળવદ, ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ, બજરંગદળ, પાટીયા ગ્રુપ સહિતની સંસ્થાઓ અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવામા આવે છે. ત્યારે હાલ પાટીયા ગ્રુપ હળવદ દ્વારા પતંગોત્સવ ૨૦૨૨ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે ૨૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. પતંગોત્સવમાં ૧૭ જજની પેનલ બનાવવામાં આવી હતી. જેમાં બાળકોને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા. અને દરેક બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે પાટીયા ગ્રુપના સભ્ય ધર્મેશભાઈ શાહ,દીપકભાઈ પટેલ, ભાવેશભાઈ ઠક્કર તેમજ સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ દવે, દલવાડી ભાઈ, પિયુષ વૈષ્ણવ,ભવિષ જોષી, હેમલભાઈ પરીખ, રીતેશ કારીયા ઉપસ્થિત રહ્યા હતા. દરેક નિર્ણાયકોને પણ ગિફ્ટ આપી પાટીયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાયા હતા.

Related Articles

Total Website visit

1,595,175

TRENDING NOW