હળવદ પંથકમાં અવાર નવાર ચોરીની ઘટનાના બનાવો બની રહ્યા છે. ત્યારે તસ્કરોએ વધુ એક મોબાઈલની શોપને નિશાન બનાવી 21 નંગ મોબાઈલની ચોરી કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ ચોરીના બનાવની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સ્વામીનારાયણ નગર સોસાયટી સરા રોડ ઉપર રહેતા વેપારી કિશોરભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ. ૩૨)એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21 જુનના રોજ તસ્કરોએ હળવદ મેઇન બજાર ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ ફરિયાદીની જય મોગલ મોબાઇલ નામની દુકાનમાં શટર ઉંચકી તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલ મોબાઇલ કુલ મોબાઇલ નંગ-21 (કિમત આશરે રૂ.૧૮૯૦૦૦) ના મુદામાલની ચોરી કરીને લઇ ગયા હતા. આ ચોરીના બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.





